Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

પ્રખ્યાત પ્રવાસન સ્થળો

પ્રખ્યાત પ્રવાસન સ્થળો
  • રેસકોર્ષ

race-course-rajkot-925752890s

રાજકોટના લોકો જેટલા ખાવા-પીવાના શોખીન છે તેમ હરવા-ફરવામાં પણ એટલા જ રંગીન છે. દરરોજ સાંજ પડે ને રાજકોટના રેસકોર્ષ પાર્ક પર રંગીલા રાજકોટવાસીઓ વિહાર કરવા નીકળી પડે છે. રેસકોર્ષ પાર્ક માં બાલભવન, બગીચા, લોક વિજ્ઞાન કેન્દ્ર, પણ આવેલા છે.

  • પ્રદ્યુમનપાર્ક

pradyuman_park_rajkot_gujarat_nri_gujarati_india_gujarat_news_photos_3787

પ્રદ્યુમનપાર્ક રાજકોટ શહેરનું ખૂબ જ પ્રખ્યાત સ્થળ છે. પ્રદ્યુમન ઝૂ રાજકોટ મ્યુનિસીપલ કોર્પોરેશન દ્વારા સ્વર્ણિમ ગુજરાત ઉજવણી વર્ષે ખુલ્લું મુકાયું છે. પ્રદ્યુમન પાર્ક 137-એકરમાં ફેલાયલુ છે. રાજકોટ આજી ઝૂ ખાતેના જંગલી પ્રાણીઓ નવા પ્રદ્યુમન પાર્કમાં ખસેડવામાં આવ્યા છે.

  • ઈશ્વરીયા પાર્ક

ishwariya-park

ઇશ્વરિયા પાર્ક રાજકોટનું પ્રસિધ્ધ પિકનિક સ્થળ છે. ઇશ્વરિયા પાર્ક જામનગર હાઇવે માધાપર ગામ પાસે આવેલું છે. જે 77 એકર જમીન પર ફેલાયેલું છે. ઇશ્વરિયા પાર્ક 8 ફેબ્રુ 2008 ના રોજ ગુજરાતના માનનીય મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા ખોલવામાં આવ્યું હતું.

  • મણીદ્વીપ

maxresdefault

રાજકોટના કાલાવડ રોડ પર GIDC મેટોડા પાસે આવેલું મણીદ્વીપ મંદિર એક પ્રસિધ્ધ ધાર્મિક સ્થળ છે. ત્યાં અનેક ધાર્મિક મંદિર એક સાથે જોવા મળે છે.

  • ફનવર્લ્ડ

funworld

રાજકોટમાં રેસ કોર્સ રીંગ રોડ ખાતે આવેલું પ્રખ્યાત સ્થળ છે. જ્યાં સ્નોફોલ, ડ્રેગન રાઈડ, વોટર રાઈડ વગેરે આધુનીક રાઈડ જોવા મળે છે. ફન વર્લ્ડ રાજકોટના પ્રખ્યાત પીકનીક પોઈન્ટમાનું એક સ્થળ છે.