Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

પ્રખ્યાત ધાર્મિક સ્થળો

પ્રખ્યાત ધાર્મિક સ્થળો
  • સ્વામિનારાયણ મંદિર

temples-swaminarayan

સૌરાષ્ટ્રનાં હદય સમા આ શહેરમાં પણ ભગવાન સ્વામિનારાયણે અનેકવાર પધારીને આ શહેરને પોતાની પુનીત પદરજથી પાવન કરેલ છે. રાજકોટ શહેરનો ખુબ જ વિકાસ થયો.અને સત્સંગીનો પણ ઘણો વિકાસ થયો. તેથી દાણાપીઠમાં જે મંદિર હતું ,તેમાં દર્શનાર્થીઓની ભીડ વધવા લાગી અને ઉત્સવ સમૈયામાં ખુબ જ ભીડ થતી .માટે આ મુશ્કેલી દુર કરવા માટે સંતો અને હરી ભક્તોએ મળીને વિશાળ જગ્યામાં શિખર મહા મંદિર કરીને તેમાં ભગવાન ની મૂર્તિઓ પધરાવવાનો નિર્યણ કર્યો. ત્યાર બાદ વી.સં. ૨૦૦૦ ના ફાગણ શૂદ ૫ ના દિવસે ભુપેન્દ્ર રોડ પર આવેલ બદ્રિકાશ્રમ તુલ્ય એ તીર્થ ભૂમિમાં સ્વામીશ્રી ત્યાગવલ્લભદાસજીના હસ્તક શિખર બંધ મંદિર બાંધકામના પાયાના ભુમીખનન ખોદકામનું મૂહર્ત કર્યું.

  • સંકીર્તન મંદિર

temples-sankirtan

આ મંદિર ભગવાન રામનું એક પ્રખ્યાત મંદિર છે. જે કાલાવડ રોડ પર આવેલું છે. ભક્તો આ મંદિરમાં ઘણા વર્ષોથી અખંડ રામ ધૂન કરી રહ્યા છે. સંકીર્તન મંદિરમાં યજ્ઞ, ભગવાન રામની વિશેષ પૂજા, શણગાર વગેરેનું ખાસ તહેવાર દરમ્યાન આયોજન કરવામાં આવે છે.

  • ઇસ્કોન મંદિર

present-temple

ઇસ્કોન મંદિર કોસ્મોપ્લેકસ સિનેમા પાસે કાલાવડ પર આવેલું છે. ઇસ્કોન મંદિર રાજકોટનું ખૂબ જ પ્રખ્યાત મંદિર છે. ભગવાન કૃષ્ણ અને મહા પ્રસાદની વિશેષ પૂજા જન્માષ્ટમી, રામનવમી વગેરે વિવિધ આધ્યાત્મિક તહેવારો પર અને અન્ય આધ્યાત્મિક પ્રસંગો પર ખાસ આયોજન કરવામાં આવે છે.

  • ઇશ્વરિયા મહાદેવ મંદિર

ishwariya-temple

ઇશ્વરિયા મહાદેવનું મંદિર કુદરતી સૌંદર્ય ધરાવતા હિલ્સ વિસ્તારમાં આવેલું છે. આ મંદિરનું શિવલિંગ “સ્વયંભૂ” મહાદેવ કહેવાય છે. હજારો લોકોએ આ સ્થળની મુલાકાત લીધી છે. આ મંદિર રાજકોટ થી 10kms દૂર, જામનગર હાઇવે પર માધાપર ગામ નજીક આવેલું છે.

  • પ્રેમ મંદિર (ચર્ચ)

20130909_7bcb41e1e75814a1a904c6f697117952_bannerimg2

રાજકોટના કાલાવડ રોડ સ્થિત પ્રેમ મંદિર આવેલું છે. તે ખ્રિસ્તીઓનું ચર્ચ છે. પરંતુ આપણે જાણીએ છીએ કે તેને બધા ધર્મ પ્રેમ મંદિર તરીકે ઓળખવામાં આવે છે. પ્રેમ મંદિર પહેલા બીસપ હાઉસ તરીકે ઓળખાતું હતું.