Radius: Off
Radius:
km Set radius for geolocation
Search

ઐતિહાસિક સ્થળો

ઐતિહાસિક સ્થળો
  • આલ્ફ્રેડ હાઈસ્કુલ

alfred_high_school

આ શાળા રાજકીય એજન્ટ કર્નલ સિંહ દ્વારા ભારતમાં બ્રિટિશ શાસન દરમિયાન 17 ઓક્ટોબર, 1853માં બાંધવામાં આવી હતી. સૌરાષ્ટ્રમાં પ્રથમ ઇંગલિશ શાળા હતી.,1868 સુધીમાં તે રાજકોટ હાઇસ્કુલ તરીકે ઓળખાતી હતી. મહાત્મા ગાંધી 18 વર્ષની ઉંમરે 1887 માં રાજકોટ હાઈ સ્કૂલમાંથી સ્નાતક થયા હતા. 1947 માં ભારતની સ્વતંત્રતા પછી, શાળાને મહાત્મા ગાંધીના માનમાં “મોહનદાસ ગાંધી હાઇસ્કુલ” નામ આપવામાં આવ્યું હતું.

  • હાટકેશ્વર મંદિર

hatkeshvar-temple-rajkot

હાટકેશ્વર મંદિર રાજપરિવારના સભ્યોના ઉપયોગ માટે ઇ.સ.૧૭૯૧મા દરબાર ગઢ ખાતે હાટકેશ્વર મંદિર અને પુષ્ટિમાર્ગીય હવેલી મંદિર બાંધવામા આવ્યા હતા. ૧૮પ૩મા ઠાકોર મહેરામણજી ચોથાએ નાગર જ્ઞાતિને આ બંન્ને મંદિર ભેટમા આપ્યા હતા. મંડપની મધ્યમા ચાર ખૂણે કરેલી ચાર દેરીઓ પૈકીની ત્રણમા શિવલીંગ, ભકત નરસિંહ મહેતા અને આદિ શંકરાચાર્યની પ્રતિમાઓ સ્થાપવામા આવી છે. મંડપના છાવણને ૧૨ સ્તંભો દ્વારા બનાવવામા આવ્યું છે.

  • જામ ટાવર

18rajkot62_jam-tower

જામ ટાવર ઇ.સ. ૧૮૮૦મા પોલીટીકલ એજન્ટ વુડ રાઉસના સમયમા જામનગરના જામસાહેબે રાજકોટને ભેટમા આપ્યો હતો. પત્થરથી બનાવાયેલા આ ટાવરને જામટાવરથી ઓળખાય છે. હાલમા પણ આ ટાવરની તંત્ર દ્વારા સમયાંતરે સમારકામ કરવામા આવે છે. ટાવરના ડંકા બહુ દુર સુધી સંભાળાય છે. આ જામટાવર જામનગર રોડ પાસે નવનિર્મિ‌ત કલેકટર કચેરી સામે આવેલો છે.

  • રાજકુમાર કોલેજ

rajkot_rajkumar_college_003

રાજકુમાર કોલેજની સ્થાપના ૧૯૬૮માં કરવામાં આવી હતી. આ કોલેજની ઈમારતની ડીઝાઇન કર્નલ કિએટિંગ દ્વારા કરવામાં આવી હતી. અને ઔપચારિક બોમ્બે ગવર્નર, એચબી સર સીમોર ફિટ્ઝગેરાલ્ડ દ્વારા ખોલવામાં આવી હતી. ૧૮૭૦માં રાજકોટ શહેરની મધ્યમા શાસ્ત્રી મેદાન સામે અંગ્રેજ શાસનકાળ દરમિયાન રાજવી પરિવારના રાજકુમારોને શિક્ષણ આપવા રજવાડાઓ દ્વારા આ શૈક્ષણિક સંસ્થા શરૂ કરવામા આવી હતી. અહીં અભ્યાસ કરતા બાળકોને શિસ્ત તેમજ ભણતરની સાથે રમત ગમત પર પણ ધ્યાન આપવામા આવે છે. આ કોલેજમા હજુ પણ રાજઘરાનાના પુત્રો અભ્યાસ કરે છે.

  • રામકૃષ્ણ આશ્રમ

shri-ramakrishna-ashrama

રાજકોટના યાજ્ઞિક રોડ પર રામક્રૃષ્ણ પરમહંસ મિશન દ્વારા આ સુંદર આશ્રમનું નિર્માણ કરાયું છે. લાલ પત્થરમાથી શિલ્પકારોએ અદભૂત શિલ્પકામ કર્યુ છે. અહીં દર્શને આવતા ભાવિકોને મંદિરની શાંતિથી એક અલગ જ પ્રકારની જ અનુભૂતિ થાય છે. આશ્રમ દ્વારા સેવાકીય અને સમાજ ઉત્થાનની પ્રવૃતિઓ પણ કરવામા આવે છે. નવા આશ્રમનું ઉદઘાટન 5 માર્ચ 1927, શ્રી રામકૃષ્ણ શુભ જન્મદિને કરવામાં આવ્યું હતું. આ સમારંભમાં મોરવી મહારાજા સાહેબ તેમજ કેટલાક નામાંકિત સજ્જનોએ હાજરી આપી હતી.